વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને
હૈયુ મહેકાવ્યું મારું આજ…
કેસુડા ને ઘૂંટી ઘૂંટી
રંગ્યુ આકાશ ને
કેવું રુડુ લાગે આજે આભ…
મેં તો કેટલા શમણાં સજાવ્યા મારી આંખ માં
વળતા તમને હવે મોડુ થાય ના…
હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા
પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા
તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વાલીડા
કે વેલેરા તમે આવજો હો…
કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો
રુપાળી વેરણ જોડે આંખો ના માંડજો
મીઠી મીઠી વાતો માં એ તમને ભરમાવશે
હૈયુ તમારું તમે ના એને આપજો
ભલે નથણી ના લઇ આવો મારી હાટુ વાલીડા
પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા
હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા
પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા
હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા
કે વેલેરા તમે આવજો હો…
~ Priya Saraiya, Sachin Sanghvi