ગગન ભરીને ગુંજન છલક્યુ,
લો…કોઈ ..ઝીલો .. ઝીલો..જી.
શ્યામલ શ્યામલ નીર છલક્યુ,
લો… કોઈ.. ઝીલો.. ઝીલો..જી.
મેઘલ ઉજીસે હેત છલક્યુ,
લો… કોઈ.. ઝીલો..ઝીલો..જી.
નદીઓ કેરૂં જોમ છલક્યુ,
લો … કોઈ.. ઝીલો.. ઝીલો..જી.
અંગે અંગે યૌવન છલક્યુ,
શ્રાવણિયો અલબેલો..રે.
ભીતર કેરો પ્રેમ છલક્યો
લહેરાયો છમ લીલો રે..
~ . જયશ્રી શિયાલવાલા