આપણે શબ્દના વણઝારા,
કંદોઈના કયાં છીએ ઝારા?
આપણે અવગુણના ગારા,
ક્યાંથી બને ઠામ ઠોબારા?
અખિલાઈ વિલસતી રહી,
ભાઈ કમાડ ખોલને તારા.
રાત દિવસ કમાડ ભભડાવે,
ખુલ્લા રાખ્યા છે કમાડ મારા.
તમે કહો તો ગામ વચાળે ને,
નહીં તો બહાર ડંગા અમારા.
ભકિત તો પરકાયા પ્રવેશ છે,
પ્રભુ આવ-જા કરે ભરતમાં.
ભરત વૈષ્ણવ