કુદરત હવે આજે મને , વરદાન એવું આપજે,
કે જે નથી મારા કને, તું જ્ઞાન એવું આપજે.
માનવ છું હું પામર મને, ના જાણ ક્યારે શું મળ્યું !
સિદ્ધિ મળે જગમાં મને, સન્માન એવું આપજે.
લઈ જા મને ઉચકી હવે, ડર ના મને એ મોતનો,
મર્યા પછી પણ ના મરું, સમશાન એવું આપજે.
દુષ્કર્મથી આઘો રહું, સત્કર્મ હું કરતો રહું.
ડરતો રહું ઈશ્વરથી હું, ફરમાન એવું આપજે.
લખતો રહું આજે ગઝલ, તાકાત આવે શબ્દમાં,
ને ભીંજવે શબ્દો મને, આહવાન એવું આપજે.
ચિરાગ પાધ્યા