ભીતરે મારા શ્વાસ થઇ તું વસી જો,
જિંદગીનો વિશ્વાસ થઇ તું વસી જો.
લાગણીના રોપાય છે બીજ જ્યાં તું,
એજ ખૂણામાં ખાસ થઇ તું વસી જો.
રોજ તારા ઈચ્છાના ખરતા નથી પણ,
એ હ્રદયમાં એક આસ થઇ તું વસી જો.
ઘૂંટ કડવા જીવનમાં પીધા ઘણા મેં,
પ્રેમની મીઠી પ્યાસ થઇ તું વસી જો.
સ્વામી મારો લાખોમાં એક તુંજ બનશે,
અંતરે જઇ ઉજાસ થઇ તું વસી જો.
ક્યાં સુધી હું મરતી રહું આ વિરહમાં,
આવવાનો આભાસ થઇ તું વસી જો.
દર્દ “દીવાની” નું સમજજે તું ક્રિષ્ના,
વેદનામાં ઉલ્લાસ થઇ તું વસી જો.
– વાસવદત્તા નાયક “ક્રિષ્ના દીવાની”