વહેતી આંખે લખાતી ગઝલ
શબ્દે શબ્દમાં ટપકતી ગઝલ.
એ ગલી નાકે હસી લેતી કદી
એટલે છે આ મહેકતી ગઝલ.
સંવાદ હરબાર મજાનો થતો
ને માટે સૂરમાં છે આ ગઝલ.
મૌન એની આંખોમાં પડઘાતું
પછી તો શમણે બોલકી ગઝલ.
રુપ અને રંગની હશે બોલબાલા
પણ આતમને અડેલી છે ગઝલ.
શ્રદ્ધા જેવું અમૂલ્ય હૈયામાં મળે
ને મૂરતે મૂરતે મળે જીવતી ગઝલ.
રચના: નિલેશ બગથરિયા
“નીલ”
રાણપર