છું સત્યની સાવ નજીક હવે તો,
તું ન સાંભળ તો વાત અલગ છે.
બદલે વિચાર હજી તો આવજેને,
કહેણ તો બધાં કાયમી અડગ છે.
જઈ શકાય ક્યાંય સુધી સફરમાં,
નીકળાય સમયે તો સામે સડક છે.
આમ તો સાદગી તમારી અડેય છે,
છતાંય સંવાદે શબ્દો બધાં કડક છે.
બની શકો છો તમે ચોક્કસપણે જગે,
માણસની થોડી અહીં કોઇ અટક છે?
નિલેશ બગથરિયા “નીલ”