વાદળે વરસાવ્યુ વ્હાલ, સખી;
હવે તો પલળવા ચાલ, સખી.
આજ જીદ છે આજે જ આવ.
કર નહીં તુ કાલ કાલ, સખી.
આ વરસાદે ચાલ ભૂલો ધોઈએ;
છોડીએ સઘળા મલાલ, સખી.
હુ વરસું ને તુ પણ વરસે,
વાદળ સાથે તાલો તાલ, સખી.
તારા જવાબ ની રાહ જુએ છે,
મારો એક સવાલ, સખી.
– હાર્દિક મકવાણા (હાર્દ)