વાદળે વ્હાલ વાવવાનું છે
મેઘ થઈ આભ સ્પર્શવાનું છે
સાવ લીલાં થયાં છે રસ્તાઓ,
વૃક્ષને પણ પ્રસારવાનું છે
કોઈ સંદર્ભ વાતનો મળશે ?
મૌન રહીને જ ધારવાનું છે,
આયનો માંગે છે એ આજ્ઞાંકિત,
ને વળી બિંબ ઉજાળવાનું છે
શબ્દનો સંપ્રદાય આખો તું,
ક્યાં કશું યે મઠારવાનું છે !
પૂર્ણિમા ભટ્ટ