સખાનો વાયદાનો કારોબાર છે,
વાયદાના વાયદાનો કારોબાર છે.
હાજર કે ગાજર ,ચાદર કશું નહી,
ને બારોબાર હોનહાર કારોબાર છે.
ઓનસ્પોટ લીધા- દીધા કશું નહી,
ને બાર ગ્લાસ તોડવાનો વેપાર છે.
તમે કેટલાના કેટલા વાયદા ચુકવ્યા,?
ને કેટલાના કેટલા ફાયદા હારોહાર છે?
અમને વિંન્ઘ્યાચલ પર્વત ગણ્યા કે શું?
ને તમે અગસ્ત્યનો કાયદો જગજાહેર?
ભરત વૈષ્ણવ