વાયરસને હરાવી લો હવે,
સાવધાનીથી ભગાવી લો હવે,
સાલ છે ઇશ્વર તણા આ ખોફનું,
રાખજો હિમ્મત વધાવી લો હવે,
રોફથી ફરતા બજારે ઘેર છે,
ચાલશે ના કંઇ લખાવી લો હવે,
બેન્ડવાજા સાંભળી ચલચીત્રમાં,
જાતને થોડી નચાવી લો હવે,
ફાટશે ચીટ્ઠી અચાનક સ્વર્ગની,
મોહમાયાને વળાવી લો હવે,
આવશે ક્યારે સમય સંવાદનો?
યાદ છે એને મઢાવી લો હવે,
શોર ના પડકાર કાને ગૂંજતા,
આ ગઝલને તો ગજાવી લો હવે.
પાયલ ઉનડકટ