આહાર અને વિચાર
જીવન ના બે મુખ્ય સ્તંભ
આવનારી કાલ કેવી પડશે,
એ આ બે થાંભલા નક્કી કરશે.
શરીર- આપણા દિલના રહેવાનું સ્થાન
ગાડી ને જે પ્રકાર નુ ઇંધન મળશે,
દિલ ને એવાજ વાહન માં રેહવું પડશે.
માવજત પૂર્વ કે બેકાળજી વાળુ?
દિમાગ – આપડા વિચારો નુ મંદિર
સારા વિચારો હશે,
તો મંદિર સાફ સુત્રું રેહશે.
ઉલટા સીધા વિચારો રાખશું….
તો બધો સમય મંદિર મા જાડુ કાઢવામાં જશે.
એમ કહેવાય કે પ્રાણ ને પ્રકૃતિ ભેગા જ જાય
આહાર પર નજર કરો
થોડીક વિચાર ધારા બદલ ફેર કરો
તમારો દેખાવ ઉંમર ને માત આપશે
તમારા માન અને મોભા ની સુગંધ
શોધતા લોકો આવશે.