કઠિન સરવાળા જીવનમાં
વિચાર તણા થાય છે,
વિચાર કરવામાં જ જીવનના
કુણા તાંતણાઓ ખેંચાય છે.
વિચાર કરીને અપનાવવું
એ જીવનમાં
ક્યાં કદીયે થાય છે,
વિચાર એ સંકોચાય અને
જીવન પણ આપણું સંકોચાય છે.
વિચાર એવા કરીને
જીવન આપણું બદલાય છે,
વિચારમાં જ જીવનના કુણા તાંતણા પણ વિંધાય છે.
વિચાર નવો કરીએ ત્યારે જ તો
નવું કંઈક સર્જાય છે અને
વિચાર ખરાબ આવતા જ
સર્જેલું સુંદર સઘળુંયે વિખેરાય છે.
વિચાર વિચાર શું કરી રહ્યો છે
વિચાર કરીને જ આ ઈશારો”
કંઈક લખી રહ્યો છે.
એવા સારા “વિચારોને”
ખુદ ઈશારાના પણ સલામ છે,
જેના દ્વારા સુંદર
આ રૂડી દુનિયા સર્જાય છે
સંકેત વ્યાસ (ઈશારો)