ફગાવું ક્યાં વ્યથા મારી? ,
વિધાતા એ લખી ધારી.
વળાવું ક્યાં કથા સારી?
વિધાતાએ લખી ધારી.
જનમ સાથે થયા રેખે,
ટળે ક્યાં લેખ એ મેખે?
નમાવું કામના હારી,
વિધાતા એ લખી ધારી.
મૃગજળે જીંદગી જીવી,
હર પળે ફાટતું સીવી.
દબાવું નામના ભારી,
વિધાતા એ લખી ધારી.
હસાવે ને રડાવે એ,
મનોભાવે મથાવે એ.
તમશ ની સંપદા ઠારી,
વિધાતા એ લખી ધારી.
કરમ નાં ફળ બધાં જાણે,
રમત આ કોકિલા તાણે.
પતઝડી આપદા યારી,
વિધાતા એ લખી ધારી.
કોકિલા રાજગોર