શું હતું? ને શું ગુમાવ્યુંની વાત કરે છે,
તારાં હાથમાં નથી એનો વિષાદ કરે છે !
વિતેલાં સમયની યાદમાં હાવી થઈ ને,
વર્તમાન સમયને તું બરબાદ કરે છે !
હતાં નીકટ ના બોલી શક્યાં મનની વાત,
જુદાં પડ્યાં પછી એકલો તું સંવાદ કરે છે !
ના જતું કરી શક્યાં ના સમજાવી શક્યાં,
યાદ કરી મનોમન એકાંતે વિવાદ કરે છે !
એમ ને એમ કલાકો,દિવસોને વર્ષો વિતશે,
જીવતાં ન સમજાય પછી મર્યે યાદ કરે છે !
– તેજસ વસાણી