એટલા વીતી ગયા છે દાયકા,
તોય જીવે છે નગરની વારતા.
જ્યાં અચંબાએ કરી ટ્રાફિક ત્યાં,
રોપી દીધી પાગલોએ આસ્થા.
કોંણ, કેવા, કેટલા પાણીમાં છે!
બોલી ઉઠશે પાદરે બે બાકડા.
એ અમીરો છે આ સીધા માંણસો,
એ ફકત ભૂખ્યા છે થોડા નામના.
દૂધ ને દહિની છે ઈચ્છા એમના,
કેટલા તમને બતાવું દાખલા!
રોજ રૂદનનું વજન પડતું નથી,
ખાસ મોકા પર છે એના ફાયદા.
સિદ્દીક ભરૂચી