કેટલી વેદનાને અંદર દબાવી હશે !
જયારે હોઠો ને મળવા મુસ્કાન આવી હશે.
અમથી તો કાંઈ ઊગી નહીં નીકળી હોય ગઝલો !
કોઇએ કેટલીયે લાગણીઓ ત્યાં વાવી હશે.
ચાંદને પણ બોલતાં સાંભળ્યો હશે એમણે !
ખુલ્લી આંખે જેમણે રાતો વિતાવી હશે.
કોઈ મળો તો મારા વતી માફી માગી લેજો ને !
એમને બહુ બધી હેડકીઓ આવી હશે.
કે બીમારને બીમારી જ વ્હાલી લાગવા માંડી !
જાણવું છે એવી તો એમણે કઈ દવા પીવડાવી હશે?