વ્યથાની કથા લાંબી રહેશે
માટે ચહેરે સ્મિત રાખી જો.
સાવ સપાટ સીધું દોડવું શું?
એકાદ વળાંક અપનાવી જો.
ક્યાં કશું લઇ જવાશે અહીંથી
માટે થોડું ઘણું તો આપી જો.
એ આપે અઢળક ચોક્કસપણે
વિશ્વાસ રાખી કશું વાવી જો.
અટકવું આ સફરે ચાલશે નહીં
માટે જ ચલિત કદમો રાખી જો.
પીડા જેવું સૌના જીવતરે મળે
પણ એકાદ મલમ તો વાટી જો.
~ નિલેશ બગથરિયા
” નીલ”