લાગણીને પામવામાં વ્યસ્ત છું હું,
જિંદગીને સેવવામાં વ્યસ્ત છું હું.
યાદ ભીતર જીવતા શીખી ગયો છું,
પ્રેમ સૌનો માપવામાં વ્યસ્ત છું હું!
આજ નહિ તો કાલ જોજો ને મળીશું,
રાહ જોઈ ચાહવામાં વ્યસ્ત છું હું!
જો બને તો જોઈ લેજે રાહ મારી,
આજ નફરત કાપવામાં વ્યસ્ત છું હું!
આપ તો કુદરત વચાળે છો વહેતા,
શાંત ઝરણે બેસવામાં વ્યસ્ત છું હું.
સ્વાર્થનો અંધાર થાશે દૂર જોજો,
“દીપ”ને પેટાવવામાં વ્યસ્ત છું હું!
દીપ ગુર્જર