ગાલગાગા /4
હું વિચારે ફર-ફરું છું,
વ્યોમ માં ઊંચે તરું છું.
હું ધરારે સર-સરું છું,
વ્યોમમાં ઊંચે તરું છું.
દોડતી ને કૂદતી એ,
સોણલામાં ઝૂલતી એ.
હું કમાલે નીખરું છું,
વ્યોમમાં ઊંચે તરું છું.
યાદનાં ઉપવન ભમીને,
ફૂલ પાને જઇ રમી એ.
હું ધમાલે રવ કરું છું,
વ્યોમમાં ઊંચે તરું છું.
ઊડતી પંખી પણાંથી,
ચાંદ તારા એ પકડતી.
હું ઢળાવે મન ધરું છું,
વ્યોમમાં ઊંચે તરું છું.
વાદળાં ઢગલે જ જાણ્યા,
મેઘ ના રંગો જ માણ્યા.
હું પડાવે રસ ભરું છું,
વ્યોમમાં ઊંચે તરું છું.
વ્યોમ ભાવો ખીલવ્યા ને,
તેજ લ્હાણ્યા કોકિલા એ.
હું વહાલે જો ઠરું છું,
વ્યોમમાં ઊંચે તરું છું.
જીંદગી જીવી ગજામાં,
સાદગી નાણી મજામાં.
હું સવાલે ક્યાં ડરું છું?
વ્યોમમાં ઊંચે તરું છું.
કોકિલા રાજગોર