શબ્દોના વૈભવથી સધ્ધર થઈ હું
શું એ દોલત સાચી મારી ??
જવાનીમાં ગુમાનથી સધ્ધર થઈ હું
શું એ દોલત સાચી મારી ??
પ્રેમ, અંહકારના વૈભવે માલંમાલ થઈ હું
શું એ દોલત સાચી મારી ??
ના ખપે રાગ- દ્વેષ ,મદ- મોહ તણી દોલત.
રંગ ભરું હું દુનિયામાં માનવતાના..
હે પ્રભુ !!! અમીરી અર્પજે તું મને માનવતાની
બનુ હું માલંમાલ હરપળ..
જયશ્રી શિયાલવાલા