શબ્દોના સથવારે હું દુનિયા જીતી ગયો,
શબ્દોની રમત ની આ ખેલ માં હું વિશ્વાસ પામી ગયો.
શબ્દો શોધતા-શોધતા હું રસ્તો પાર કરી ગયો,
અલગ-અલગ શબ્દોની આ રમતમાં હું પ્રેમ ભાવ વધારી ગયો.
શબ્દોના અલગ અલગ મુકામ માં હું ભાઈચારો વધારી ગયો,
શબ્દો થકી આખા વિશ્વમાં હું મારું નામ મૂકતો ગયો.
શબ્દોના વાંચનથી હું દીકરી ની ઉપમા આપી ગયો,
વિશ્વમાં શબ્દોનો ભંડોળથી હું ભ્રષ્ટાચાર હટાવી ગયો.
શબ્દોના જુદા જુદા અર્થો દ્વારા હું કવિતા રચતો ગયો,
શબ્દોની આ રચનાની શૈલીમાં નવા મુકામ પામતો ગયો.