ના રૂપ જાણે,
ના સ્વરૂપ જાણે,
તો પણ આ શબ્દો
હ્રદયમાં ઉતારવાનું ખૂબ જાણે.
ના હાથ છે,
ના પગ છે,
તો પણ દરેક વ્યક્તિ સુધી
પહોંચવાનું હુન્નર છે.
હિંમત બાંધે છે,
તો હિંમત તોડે પણ છે,
જેવો જાણો આનો ઉપયોગ,
તેવા રૂપમાં તમને ખોળે છે.
પાપ બાંધી શકાય તો
પુણ્ય પણ મેળવી શકાય,
જેવા શબ્દો તમે પસંદ કરશો,
બસ એવા કર્મો જોડી શકાય.
– મોનિકા તન્ના