જંગલ રૂપી ગાઢ છે આ શબ્દ,
કથાનો સાર છે આ શબ્દ.
કંઇ કહેવું સહેલું નથી હો,
કેમકે, વાતની શરૂવાત છે આ શબ્દ.
માતાની હો મમતા કે પ્રેમીની હો પ્રિત,
દરેકની અભિવ્યક્તિમાં છે આ શબ્દ.
રાજકારણ હોય કે આધ્યાત્મિક,
બંનેના સંયોજનમાં છે આ શબ્દ.
સુખરૂપી વાદળ હોય કે દુઃખરૂપી,
વરસતા વરસાદમાં છે આ શબ્દ.
નારી હો નરમાશમાં કે નરનો હો અહમ,
એકમેકના શણગારમાં છે આ છે આ શબ્દ.