આપનો સંગાથ માંગીશું અમે,
બસ તમારી વાત માનીશું અમે.
એકલાં ક્યારે અમે પડતાં નથી,
સંગ છો એ વાત ધારીશું અમે.
વેદનાઓ કેટલી આવી બધી,
પ્રેમથી તો માત આપીશું અમે.
લાગણીઓ કેટલી આપી તમે,
જીવ આખો એમ તારીશું અમે.
આપની મે રાહ જોઈ કેટલી,
કોઈની પણ જાત ઠારીશું અમે.
સ્પર્શ તારો જે મળ્યો છે પ્રેમનો,
દુઃખમાં એ યાદ રાખીશું અમે.
ફકત શિવજી સાથ તારો એકલો,
“ધીર” કે’છે દ્વાર આવીશું અમે.
ધિરેનકુમાર સુથાર “ધીર”