કામ ન આવે એવા સંબધો પણ શું કામના ??
સાથ ન નિભાવે એવા સંબધીઓ પણ શું કામના ??
દુઃખ માં દૂર થઈ જાય છે અહીં
સુખ જોતા એ પાસે થઈ જાય છે અહીં
એવા સંબધોથી દૂર રહેવું સારું
સાથ હોય તો પણ એ શું કામના ??
કામ વિના કોણ યાદ કરે છે અહીં
કામ નીકળી જતા ફરિયાદ પણ કરે છે અહીં
નામના જ જે રહે કેવળ સંબધો
કામ ન આવે એવા સંબધો પણ શું કામના ??
સાથ રહેવા ખાતર જ જે સાથે રહે છે
જરૂર પડ્યે સાથ પણ ન નિભાવે
બોજ બની રહે છે જિંદગીમાં એવા સંબધો કાયમ
એવા સંબધીઓ દૂર રહે એજ કામના ??
કામ ન આવે એવા સંબધો પણ શું કામના ??
સાથ ન નિભાવે એવા સંબધીઓ પણ શું કામના ??
એવા કોઈ સગા હોયતો પણ શું કામના ??
ચહેરા પાછળ ચહેરા
ચહેરા પાછળ ચહેરા પાછળ ચહેરા. સાચ ઉપર આ દંભ,જૂઠના કેટકેટલાં પહેરા. માણસને ના કોઈ ઓળખે. હજાર એના મહોરાં. ચકચકતી એ...