ટુંકી હસ્તી છે નથી કોઈ નામ મારું
ઘરના આંગણાને દીપાવું એ જ છે કામ મારું.
પપ્પાની લાડકવાઈ- મમ્મીની પ્યારી છું,
સૌની લાડકવાઈ હોવા છતાં કરે છે કન્યાદાન મારું.
અસ્તિત્વ મારું વિખેરાઈ ગયું છે
કોઈક તો કહી દો નામ મારું ક્યાં સંતાઈ ગયું છે?
પતિના ડગલે ને પગલે ચાલતી હોવા છતાં,
કહે છે પરાયું ઘર છે આ તારું.
અસ્તિત્વને મેં મારા વીટાળી દીધું છે,
છતાંય મારા પછી રહેશે અસ્તિત્વ મારું.
નહિ કરે ફરિયાદ કદી આ દીકરી સાહેબ,
આપી તો જુઓ પતિ અને પિતા વિનાનું નામ એનું.
ટુંકી હસ્તી છે નથી કોઈ નામ મારું
ઘરના આંગણાને દીપાવું એ જ છે કામ મારું.