ઝાળ ઝાળ
ખુલ્લી બપોર ,
એકાંત સળવળે ,
ભેંકાર ભાસે લાગણીઓ ,
બુઠ્ઠી વેરાન નિર્જન ધરા ,
ગગને વરસતી જ્વાળાઓ ,
આગ વરસાવે,
તરસાવે ગળાને એકદમ
જાણે કે ભીંસી લેતી અકળામણ ,
રસહીન અતૃપ્ત ઈચ્છાઓ ,
સાથે જ મરી પરવારેલી લાગણીઓ ,
શૂન્યતા અને એમાં જ ઓગળતી
દાયકાઓની ભવ્યતા ,
આ શહેર,
આ સૂમસામ ગલીઓ ,
આ ભયાનક બપોર પછીની
તરસી રહેતી ઉર્મિઓની
વરસતી હેલીની સાંજ
કદી આવશે?
– જીગીષા રાજ