મેં કેટલું પીધું છે તને શું કહું મરીઝ
હમણા તો જે પીવું છું નશાનો ઉતાર છે
લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.
તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.
કોઈ નિશ્ચિત વચન ના દે, ગમે ત્યારે મળી લેજે,
સમયના માપથી તારી પ્રતીક્ષા થઈ નથી શકતી.
કાયમ રહી જો જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે
તું દિલાસો જેનો દે છે તે નથી
દોસ્ત મારી પાયમાલી ઔર છે
મને તો કોરી રહી છે આ મારી એકલતા,
ભલે સરસ નહીં, સંગત કોઈ ખરાબ તો દે
કરું છું હજના વિચારો સભર હતાશાથી
કે હું જઈશ તો કાબામાંયે કશું ન હશે
છું બહુ જૂનો શરાબી જામથી ખેલું છું હું
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે
એકાદ બે ખૂણામાં ઉદાસી વસી જશે
સંપૂર્ણ ઘર તો સુખથી સજાવી નહીં શકે
મરીઝ