શૈશવની સ્મૃતિઓ ગળે વળગે છે,
હદયમાં એ મીઠી યાદો સળગે છે.
રોજગારી માટે ગામ ખાલી થયા,
વૃધ્ધો એકલાઅટુલા રહી સળગે છે.
તળાવમાં ધુબાકા મારેલા એ તળાવ,
ફલેટ રૂપી ચુડેલ થઈ સૌને વળગે છે.
કોઈની વાડીમાંથી કાચી કેરી ચોરી,
એ સખી અજનબી થઈ અળગે છે.
એક પણ આદમી હોંકારો દે તો હાઉં,
પરિચિત અપરિચિત થઈ સળગે છે.
આજે અજનબી લાગે જયાં યુગો રહ્યા,
ત્યાં શ્વાસ ઘુંટાય,સ્મૃતિઓ સળગે છે.
ભરત વૈષ્ણવ