ફરી જન્મ આજે ધરો શ્યામ મારા!
વિપત સાંપડી એ હરો શ્યામ મારા!
નથી જેલમાં તો ય બંધન નખાયા,
ગુના માફ સૌના કરો શ્યામ મારા!
નથી બાળ રમતું ના વૃદ્ધો ફરે છે,
યુવાધનને કાને ધરો શ્યામ મારા!
અકળ ને અનાડી બની નાવ ડોલે,
તમે હાથ ઝાલી તરો શ્યામ મારા!
બહુ થાક લાગ્યો પજવણી કરોમાં,
હવે આગ છોડી ઠરો શ્યામ મારા!
પાયલ ઉનડકટ