શ્વાસ ચાલે ત્યા લગી રાહ જોઇશ,
ઈશ્વર પાસે માંગી ઉધાર નહિ કરુ.
સપના ભલે ભડકો થઇ રાખ થાય,
તુજ સમક્ષ કકળાટ નહિ કરુ.
પ્રેમથી રોપ્યો હતો લાગણીનો ક્યારો,
વખતની થપાટે મુરજાવાની ફરિયાદ નહિ કરુ.
છોડી ગયો ભલે સ્નેહ સાથ,
હવે તુજ એતબાર નહિ કરુ.
તું ને હું નો અહં ટકરાયો ત્યા,
આપણા હોવાની વાત નહિ કરુ.