સંક્રમણની રફતાર ભારી વધી છે,
અકબંધ માણસ ખંડ ખંડ થયો છે.
સારવાર કાજે ઉભી રોજ હરોળે,
ધીરવાન માણસ લડ લડ થયો છે.
મોત પછી પણ શાંતિ નથી જોઇને,
ભડવીર માણસ ભડ ભડ થયો છે.
અંગત સ્વાર્થે ખૂબ દોડી દોડી હવે,
ભાગતો માણસ બંધ બંધ થયો છે.
ડાયરામાં જીવન મોજથી જીવતો,
આનંદી માણસ કણ કણ થયો છે.
ભીંજાતું કદી અંદર અનુભવ્યું નહીં,
માટે કોરો માણસ રણ રણ થયો છે.
નિલેશ બગથરિયા “નીલ”