હોય મુશ્કેલી તો કર સંઘર્ષ તું,
એકલા જ મંથન માં જીવ તું,
સાથ તો છૂટવાનો જ, પણ કરી જો ભરોસો ખુદ માં તું
મુશ્કેલી એકલાની તો કર સફર એકલો જ તું,
હોય વિશ્વાસ પ્રાણ આપનાર પર, તો રાખ શ્રદ્ધા તું,
ત્યાગ માંગશે રાહ તો ભાગ નહિ પણ ભોગ આપ તું,
સહાનુભૂતિ માટે નહિ, પણ હિંમત વધારવા સંઘર્ષ ને વાગોળ તું…
છટકાવાનો નહિ, પણ સફળતા નો વિચાર કર તું,
છે જીવન તો છે સંઘર્ષ, માટે જીવન નો આધાર સંઘર્ષ બનાવ તું,
સંઘર્ષ થી બીક ના નહિ,પણ કામિયાબ જીવન ના સ્વપ્ન પોષ તું…
સંઘર્ષ હતો તો જ બન્યું કોઈ અંબાણી,માટે બનાવ લક્ષ્ય ઊંચું તું
છે પગથીયું આ ઉચ્ચાઈઓ નું વધ ધીમે ધીમે, પણ ન હાર તું
એટલે જ
હોય જો મુશ્કેલી તો, કર સંઘર્ષ તું….
કર સંઘર્ષ તું…
કર સંઘર્ષ તું…