વિવાદ નથી, સંવાદ છે હવે
સંબંધની રાહે, સાથે ચાલ તું.
કાલ નથી, કાયમ આજ છે
સમયની માંગે, સાથે ચાલ તું.
કોલાહલ નથી, ખૂબ શાંતિ છે
એકાદ કોઇ પળે, સાથે ચાલ તું.
અઢળક નથી, છતાંય પૂરતું છે
સંતોષી કો’ રાગે, સાથે ચાલ તું.
કારણ નથી, પણ કાર્ય જરુર છે
નિર્મોહી કો’ ભાવે, સાથે ચાલ તું.
નિલેશ બગથરિયા “નીલ”