ઝૂંપડીમાં જાય તે ગાંધી નથી,
સત્યને જે ગાય તે ગાંધી નથી.
રેપ, હત્યા, મોઘવારીનું દમન,
જેમને સમજાય તે ગાંધી નથી.
લાકડી, ચશ્માં ફકત દોરાય છે,
જાતમાં રોપાય તે ગાંધી નથી.
જ્યાં વિદેશોએ પછી કિંમત કરી,
દેશને સમજાય તે ગાધી નથી.
આશ્રમ ખોલીને જે ચિંતા કરે,
એ રીતે જોડાય તે ગાંધી નથી.
ઓકતા ઝેરી ધુમાડામાં હવે,
ચાદરો કંતાય તે ગાંધી નથી.
દુશ્મનોની આંખથી ટપકે છતાં,
સત્ય જે દેખાય તે ગાંધી નથી.
સિદ્દીકભરૂચી.