ભટકી જવાય આ ભવ સાગરે,
એ પહેલાં હવે તો સત્સંગ મળે.
ઉજળું કરી શકે જીવનને એવો,
કોઈ તો હવે કેસરિયો રંગ મળે.
બહાર શોધ પોકળ સાબિત કરે,
ભીતરે હવે એવો કોઇ જંગ મળે.
આળસ આ જીવનને કબર બનાવે,
એ પહેલાં પરિશ્રમ તણો નંગ મળે.
કોઈ આવીને કશું કરી ના શકે કદી,
આ ભવે તો ખુદને ખુદનો સંગ મળે.
નિલેશ બગથરિયા “નીલ”