સપ્તપદીના સાત વચન લગ્ન સમયે જે લેવાય,
એક મેક ના પૂરક બનવાના કોલ એમાં અપાય.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાથી કહેવાય,
કપરા સંજોગે પણ સાથે રહેવાના કોલ દેવાય.
નવી સદીમાં સપ્તપદીમાં નવું વર્ઝન અનુભવાય.
સુખમાં ભલે સાથે રહે, પણ દુઃખમાં થોડું વિચારાય.
પારિવારિક પ્રામાણિકતા હવે સો ટકા ના જળવાય,
માટે જ લગ્નેતર સંબંધોથી કંઈક જિંદગી જોખમાય.
હાલ, સપ્તપદીના સાત વચન પૂર્ણ અનુભવાય,
પણ આજનો યુવાન ચાહે, નવું વર્ઝન લાવી શકાય.