નકામી જિંદગી આખી સફરમાં ગઇ, અંતે તો લાશ મારી પણ કબરમાં ગઇ.
નિકળ્યો તો હતો મંઝિલની ખોજે, બધી મંઝિલ મારી આ સફરમાં ગઇ.
બહાર હતો ખુદા ઘરમાં હતી હો તું, નજર મારી પહેલાં એથી ઘરમાં ગઇ.
કદર તેની નથી હો આ જમાનામાં, છતાં પણ એક પાવલ્લી નગરમાં ગઇ.
સમય આપે છે જો ઠપકો મને કેવો? ઘડીઓ આ બધી, તારી કદરમાં ગઇ.
પછીથી આવશે હદ સહનતાની ત્યાં, અગર આ વાત તારી જો અગરમાં ગઇ.
લકાઈ જિંદગી એ રીતથી જાણે, કે નોટો ફોનનાં કોઈ કવરમાં ગઇ.
હવે તો દર્દ વધ્યા છે ગઝલમાં બહુ, ખુશીઓ તો બધીયે હમસફરમાં ગઇ.
કબરમાં પણ જગા ઓછી પડી ‘અદ્ભુત‘, અને આ જિંદગી પણ કરકસરમાં ગઇ
ક્રિશોરસિંહ જાડેજા