મા તને સમજવું ઘણું મુશ્કેલ છે,
વાત કંઇક એવી હતી કે જ્યારે હું નાની હતી,
મને સુવડાવા માટે ત્યારે એ જાગતી હતી,
અને પછી એક રાત એવી હતી,
કે મારા બોર્ડમાં મને જગાડવા માટે એ પણ જાગતી હતી,
પહેલા સુવડાવા માટે જાગતી અને હવે જગાડવા માટે જાગે છે,
પૂછવું પડશે મારે તને આ તારી કેવી માયા છે,
ખરેખર મા તને સમજવું મુશ્કેલ છે,
પહેલા હું રડતી તો તું મને સમજાવતી,
હવે હું રડું છું તો તું કહે છે રડવા દે એને,
કારણ કે એની મુશ્કેલીઓનો ઉપાય શોધવા દે એને,
તેના પગ ઉપર ઉભી થવા દે એને,
ફરીથી પૂછવું પડશે મારે તને આ તારી કેવી માયા છે,
ખરેખર મા તને સમજવું મુશ્કેલ છે,તને સમજવું મુશ્કેલ છે….
નીતિ સેજપાલ “તીતલી”