વિકલ્પો થી ઉભરાઈ જતી હોય છે.
ખાલી જગ્યાઓ ભરાઈ જતી હોય છે.
છે ખૂબ જ ભૂલકણો એનો સ્વભાવ,
સ્મૃતિઓ સમયે વિસરાઈ જતી હોય છે.
સમય જ દવા હોય છે પ્રેમરોગ ની,
વાત સમયે સમજાઈ જતી હોય છે.
બાળકોનાં ખોટાં વખાણ થી પણ,
મા મા છે,હરખાઈ જતી હોય છે.
દવા ને કાપકૂટ જલ્દીથી કરાવજો,
હૈયાંની ચળ ખંજોળાઈ જતી હોય છે.
પંથ જે મળે તે વધાવી લેજો દિલથી,
ચાલ્યે કેડી સ્વીકારાઇ જતી હોય છે.
બાંધશો ના માયા એ તો થાપણ પારકી,
જાન સાથે પિતાની ‘જાન’ જતી હોય છે.
સમયે સમયે સમય મુજબ જ ચાલવું,
ચૂકયે જાત બેચરાઈ જતી હોય છે.
– મિત્તલ ખેતાણી (કાવ્ય સંગ્રહ ‘વાઈન થી ડીવાઇન સુધી’ માં થી)