છતાંય આસપાસ રહી,
સમય સમયની વાત છે
આજે હું તડપુ છુ તને સાંભળવા કાલે તારો વારો
તારા સપનાઓમાં એવી તે સમાઇ,
છતાંય અસ્તિત્વમાં રહી,
સમય સમયની વાત છે
આજે હું જાગુ છુ તારી યાદમાં કાલે તારો વારો
તારી મુલાકાતોમાં એવી તે અટવાઈ,
છતાંય સભાન રહી
સમય સમયની વાત છે
આજે હું ઝંખુ છુ તને મળવા કાલે તારો વારો
તારા પ્રેમમાં એવી તે તરબતર થઇ,
છતાંયે તરસી રહી,
સમય સમયની વાત છે
આજે હું તરસું છુ તને પામવા કાલે તારો વારો
તારી સાથે આ ભવસાગરમાં એવી તે ફસાઇ,
છતાંય એકલી રહી,
સમય સમયની વાત છે
આજે હું એકલી જીવું છુ તારા વીના કાલે તારો વારો
– કિંજલ પટેલ (કિરા)