મા શારદા સરસ્વતી લક્ષ્મી તું ભગવતી
સુંદર શ્ર્વેત ચંદ્ર સમ મુખડું, મોહીની તું સરસ્વતી
કુંદ પુષ્પ ને મુકતાહાર, તૃષારવિંદ થી શોભતી
શ્ર્વેતવસ્રોથી સુશોભીત,શ્ર્વેત પદ્માસને બિરાજતી
એક હાથ માં વીણા વરદંડ ને,બીજે પુસ્તક ધારીણી
શાન ભાન ને જ્ઞાન ની દેવી,બુદ્ધિશાળી મા કહેવાતી
મોર પંખની સવારીએ માતા તું મલક મલક હરખાતી….!
વિદ્યા દેવી સરસ્વતી માાઁ ભગવતી માાઁ “સરસ્વત્યૈ”
માયા કુંડલની ક્રિયા મધુમતી, કાલીકલા માલીની
માતંગી વિજયા જયા ભગવતી, દેવી શિવા શાંભવી
સંગીત વાદન…. જ્ઞાન વર્ધન તન મન ને જગાવતી
સાત સુરો મય વીણા વાદન હાથો માં શોભાવતી
બ્રહ્મા પુત્રી સરસ્વતી મા બ્રહ્મા સંગ મોહીતી હતી
મનુ પુત્ર ના સર્જન સ્વરૂપે તું વિશ્વ સર્જન કારીણી
સર્જન, પાલન, સંહાર ,ના ત્રિદેવે દેવી શિવા શાભંવી
તુંજ દર્શન થી પતીત પાવન માં મારા રૂદીયે બિરાજતી.