સાચવી રાખું છું હું યાદોને હ્દયમાં
મને તસવીર ની શી જરૂર છે
ઘાયલ કરી શકું હ્દય ને શબ્દોથી
મને તીર ની શી જરૂર છે
બાંધ્યા છે સંબંધો લાગણીની દોરથી
મને ઝંઝીર ની શી જરૂર છે
રાખું છું વિશ્વાસ ખુદની મહેનત પર
મને તકદીર ની શી જરૂર છે
ચાલું છું જીંદગીના સફરમાં એકલો
મને મુસાફિર ની શી જરૂર છે
✍️ કાનજી ગઢવી