અજાણ્યો સંગાથ ભૂલી જાઉં
વિતાવેલ એ સાથ ભૂલી જાઉં
એક તારો જો સ્પર્શ મળે તો
સો જનમનો હું ઋણી થઈ જાઉં…
એક તારા સ્પર્શનો ચાહક છું એટલો કે
થયેલ હજારો ઘાવ હું ભૂલી જાઉં…..
પ્રેમનો ઉઝરડો સહી જાઉં
કહેવાથી થાતું દુઃખ ભૂલી જાઉં
એક તારો સ્પર્શ મળે તો
નવું જ જીવન હું જીવી જાઉં…
એક તારા સ્પર્શનો અર્થ છે એટલો કે
જેનાથી હજારો જીવન હું જીવી જાઉં…..
યાદોમાં તારી હું હજીય જીવું છું
એ યાદોમાં જ હંમેશ હું જીવી જાઉં
એક તારા સ્પર્શના અહેસાસ થકી
યાદોનો તારી હું સાથી થઈ જાઉં…
એક તારા સ્પર્શનો ચાહક છું એટલો કે
એના એક અહેસાસ થકી જ
તારો સાચો ચાહક હું થઈ જાઉં…..
સંકેત વ્યાસ “ઈશારો”