સૂરજ મળે, ચંદ્ર મળે, તારાઓ મળે
તને વિચારું એવો એક ખયાલ મળે,
સ્વપ્નાં મળે, ખુશીઓ મળે
તારી આંખોમાં જોવું અને એવું,
તારી આંખોનો સહારો મળે
શબ્દોથી રચુ એક રચના
જેમ મારી રચનામાં તારો એહસાસ મળે,
દિવસ ઉગેને આથમે છે,એક એવી સવાર મળે,
જ્યાં તારો હસતો ચહેરો મળે
ક્યારેક લાગે તારું હોવું મૃગજળ
મારા આરણને મૃગજળ કેરો સહારો મળે
ઝીંદગી કેટલીછે એ નથી ખબર પણ,એક સપનું છે
એક રાત છે,તારો લાગણીભર્યો સાથમળેને ક્યારેય
રાતની સવાર ના થાય એવી
એક પળ મળે.