તમારો સાથ પામી મારુ જીવન ધન્ય થઈ ગયું,
કારણ તેમાં મને ઘણું સુખ મળ્યું,
એ સુખ–દુઃખમાં તમારો સંગાથ મારી તાકાત છે,
એ તાકાત મારી પાસેથી લેતા નહિં એટલી જ આશા છે,
તમે તો બધાં જ વચનો નિભાવ્યા જે મને આપ્યા હતાં,
કારણ તમારી પાસે સમજ અને શક્તિ હતાં,
હવે, વારો છે મારો વચન પૂરું કરવાનો,
તમારાં પ્રેમનો મીઠો જુરમાનો ભરવાનો,
તમે જ્યારે દેવી હોય ત્યારે દેજો મને સજા,
કારણ એ સજા ભોગવવામાં પણ આવે છે મને મજા.
મનિષા સેજપાલ