સામટી હસ્ત રેખા ભૂંસાઈ ગઈ,
આંખને ખોલું હું ત્યાં મીંચાઈ ગઈ,
જીવતર જીવતા માંડ શીખ્યો હતો,
જિંદગી કેમ ત્યાં તું રિસાઈ ગઈ?
ના હતું કંઈ અંતર વચ્ચે એ છતાં,
કેમની લાંબી રેખા ખેંચાઈ ગઈ?
જૂઠ દેખાઈ આવે બધુંયે મને,
આંખમાંથી હવે તો સચ્ચાઈ ગઈ
ના થશે લાગણી કોઈની પણ તરફ,
એ મફત ભાવમાં જો વેંચાઈ ગઈ,
હિંમતસિંહ ઝાલા