જીવન રથના ઈશ્વર છે સારથિ,
કર્મ પ્રમાણે રથ ચલાવે સારથિ,
મારા જીવનના અનેક છે સારથિ,
માતા પિતા અને ગુરુ છે સારથિ ,
ભાઈ, બહેન મારા બને છે સારથિ,
પરિવાર છે ખૂબ ઉપયોગી સારથિ,
કર્મ અને ધર્મ પણ મારા છે સારથિ ,
લેખન રથના સખી નામે છે સારથિ,
પણ નિર્ણય ક્ષેત્રમાં હું છું સારથિ.