કવિની કવિતામાં અને સંગીતકાર ના સંગીત માં
નાના બાળક ના નિર્દોષ હાસ્ય માં,
તો માશૂકાના સુંદર ચહેરા મા,
શિયાળાની ગુલાબી ઠંડીમાં,
ઝરમર વરસતા વરસાદમાં,
કોઈની મીઠી વાતો માં અને કોઈ ની મીઠી યાદો માં,
સુંદરતા તો કણ-કણમાં છુપાયેલી છે,
બસ એ સુંદરતા ને શોધવા માટેની દ્રષ્ટિ ની જરૂર છે.
– ઉન્નતિ દવે